લેબલ Gujarati knowledge સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gujarati knowledge સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 21 માર્ચ, 2023

શબ્દાર્થ

*📝📚 શબ્દાર્થ 📝 📚 .................*

TET, TAT, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે Most IMP નોટ્સ, શોર્ટ ટ્રિક, Gk અને કરંટ અફેર માટે અત્યારે જ અમારા ગ્રૂપ માં જોડાવ.

*📝શબ્દાર્થ📝*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔥પેર*➖પેરવી, તજવીજ, વ્યવસ્થા

*🔥ચર્ણ*➖ચરણ, પગ

*🔥શીમણી*➖કાળી, શામળી

*🔥ગીની*➖સોનાનો એક (બ્રિટિશ) સિક્કો

*🔥વિમાસી*➖વિચારી, મૂંઝવણ અનુભવી

*🔥માનિની*➖(માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી

*🔥મુખમોરડો*➖પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું

*🔥પેંગડાં*➖ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં

*🔥પલાણ*➖ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક

*🔥અણવટ*➖સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું

*🔥વીંછિયા*➖પગની આંગળીનું ઘરેણું

*🔥આભરણ*➖અલંકાર, આભૂષણ, શણગાર

*🔥શ્યામા*➖જુવાન સ્ત્રી

*🔥અભ્ર*➖વાદળ

*🔥અંબુજ*➖કમળ

*🔥ભ્રૂકુટિ*➖ભવું, ભમ્મર

*🔥બેરખા*➖કાંડા ઉપર પહેરવાનું ઘરેણું

*🔥કટિ*➖કેડ, કમર

*🔥ભૂરકી*➖જાદુમંત્ર, મોહિની

*🔥સ્વસ્તિ*➖કલ્યાણકારી

*🔥મદન*➖કામદેવ

*🔥ટંટો*➖તકરાર, ઝઘડો, કજિયો

*🔥સેર*➖જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા

*🔥ઓવરો*➖કિનારો 

*🔥ભૂર*➖મૂર્ખ, લુચ્ચું

*🔥પ્રાકૃત*➖(સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા

*🔥હાડ*➖હાડકાં, અસ્થિ

*🔥પોલકું*➖સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર

*🔥અવાંતર*➖અંદરનું

*🔥પોઢણ*➖શયન

*🔥મતીરાં*➖ચીભડાં

*🔥ટાંપ*➖નજર

*🔥વરા*➖પ્રસંગો

━──────⊱◈✿◈⊰───────━


Science IMP Questions

*🧬🦠 Science IMP Questions .................*


━──────⊱◈✿◈⊰───────━

(1) સોનાની સંજ્ઞા ➜ Au

(2) તાંબાની સંજ્ઞા ➜ Cu

(3) ચાંદીની સંજ્ઞા ➜ Ag

(4) મેગ્નેશીયમની સંજ્ઞા ➜ Mg

(5) પોટેશિયમની સંજ્ઞા ➜ K

(6) ઝિંકની સંજ્ઞા ➜ Zn

(7) પારાની સંજ્ઞા ➜ Hg

(8) લેડની સંજ્ઞા ➜ Pb

(9) બોકસાઇટ કોની કાચી ધાતુ ➜ એલ્યુમિનિયમ

(10) સિનેબાર કોની કાચી ધાતુ ➜ પારો

(11) એસિડની લાક્ષણીકતા ➜ સ્વાદે ખાટા – ભૂરા લિટમસપત્રને લાલ બનાવે

(12) બેઈઝની લાક્ષણિકતા ➜ સ્વાદે તુરા, લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે

(13) આવર્ત કોષ્ટક કોને તૈયાર કર્યું ➜ 1869, મેન્ડેલીફ

(14) દુધમાં કયો એસિડ ➜ લેકટીક એસિડ

(15) લીંબુ – નારંગીમાં કયો એસિડ ➜ સાઈટ્રિક એસિડ

(16) આમલીમાં કયો એસિડ ➜ ટાટૅરીક એસિડ

(17) સોડીયમ બાય કાર્બોનેટનું અણુ સુત્ર શું? ➜ NaHCO3

(18) સોડીયમને શેમાં રાખવામાં આવે ? ➜ કેરોસીન

(19) સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે ? ➜ કેરેટ

(20) સફેદ સોનું ➜ પ્લેટીનમ

(21) યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન ➜ જદુગૌડા (ઝારખંડ)

(22) કૃત્રિમ વરસાદ માટે ➜ સિલ્વર આયોડાઈડ (પ્રવાહી અધાતુ - બ્રોમીન)

(23) સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ ➜ પારો

(24) ફયુંજમાં શેની મિશ્રધાતુ ➜ ટીન અને લેડ

(25) કેન્સરમાં શેનો ઉપયોગ થાય ? ➜ કોબાલ્ટ - 60

(26) ધાતુને પીગાળવા માટે કઈ ધાતુ ? ➜ ફોલોરસ્પાર

(27) સૌથી સખત – હીરો, સૌથી સખત ધાતુ ➜ પ્લેટીનિયમ

(28) ગતિના નિયમોના શોધક ➜ ન્યુટન 

(29) વિદ્યુત અવરોધનો નિયમ ➜ ઓહમ

(30) રેડીયમની શોધ ➜ મેડમ કયુરી

(31) લોલકનો નિયમ ➜ ગેલેલિયો

(32) વિદ્યુત આકર્ષણ નો નિયમ ➜બ માઈકલ ફેરાડે

(33) ડિઝલ એન્ઝીનના શોધક ➜ રુડોલ્ફ ડિઝલ

(34) લિફટના શોધક ➜ એલીસા ઓટીસ

(35) રેડીયોના શોધક ➜ જી.માર્કોની (ઇટાલી)

(36) X – Ray મશીનના શોધક ➜ રોન્ટેજન

(37) પ્રિન્ટીંગ પ્રેસના શોધક ➜ ગુડન બર્ગ

(38) સબમરીનના શોધક ➜ બેસનેલ

(39) મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન ➜ એપીકલ્ચર 

(40) વ્યાપારી સ્તરે ફળોની ખેતી ➜ હોર્ટીકલ્ચર

(41) સેતુરના વૃક્ષોની ખેતી ➜ સેરીકલ્ચર

(42) દ્રાક્ષની ખેતી ➜ વોટીકલ્ચર

(43) અળસિયા પાલન ➜ વર્મીકલ્ચર

(44) પોલ્ટ્રી ફાર્મિંગ ➜ મરઘા પાલન

(45) સુવરના માસને શું કહે છે ➜ પોર્ક

(46) ગાયના માસને શું કહે છે? ➜ બીફ

(47) ટાઈફોડ શેનાથી થાય ➜ બેકટેરિયા

(48) ધનુર શેને પ્રભાવિત કરે ➜ ચેતાતંત્રને

(49) ક્ષય શેનાથી થાય ➜ બેકટેરિયા

(50) કોલેરા શેનાથી થાય ➜ બેકટેરિયા

(51) મરડો શેનાથી થાય ➜ પ્રજીવ (બેકટેરિયા)

(52) ન્યુમોનિયા શરીરમાં કયાં થાય ➜ ફેફસામાં

(53) ગ્લોકોમાં શરીરમાં કયાં થાય ➜ આંખમાં

(54) અછબડા શેનાથી થાય ➜ વાઈરસ

(55) મેલેરિયા શેનાથી થાય ➜ પ્રજીવ (એનાફીલીસ – માદા મચ્છરના કરડવાથી)

(56) સ્વાઈન ફલુ માટે કયો વાઈરસ ➜ H1 N1 શોધ - મેસ્કોમાં 

(57) ફુગથી થતા રોગ ➜ ધાધર, ખરજવું, અસ્થમા

(58) પાયોરિયા શરીરના કયાઅંગમાં ➜ દાંતમાં

(59) કાલાજામર શેનાથી થાય ➜ પ્રજીવ (સેન્ડ ફલાઈ)

(60) સૌથી નાણું હાડકું કયું ? કયાં ? ➜ પૈગડું (કાનમાં)

(61) સૌથી લાંબુ હાડકું કયું ? ➜ સાથળનું (ફિમર)

(62) હિમોગ્લોબીન માટે કયું ખનીજ દ્રવ્ય ➜ લોહતત્વ, Bb

(63) અસ્થી માટે કયું વિટામીન જરૂરી ? ખનીજ દ્રવ્ય ? ➜ વિટામીન ડી, કેલ્શિયમ

(64) એસીડોનો રાજા ➜ સલ્ફ્યુરિક એસિડ (H2SO4)

(65) પાચનની શરૂઆત ક્યાંથી થાય ➜ મુખ

(66) ધમનીમાં કેવું લોહિ વહે ? ➜ શુદ્ધ

(67) શીરામાં કેવું લોહિ વહે ? ➜ અશુદ્ધ

(68) સર્વદાતા બ્લડ ગ્રુપ ➜ O+

(69) સર્વગ્રાહી બ્લડ ગ્રુપ ➜ AB

(70) અડ્રીનલ ગ્રંથી કયા આવેલી ? ➜ કિડનીની ઉપર

(71) માસ્ટર ગ્લેન્ડ ➜ પીચ્યુટરી

(72) શરીરનું તાપમાન કઈ ગ્રંથી જાળવે ➜ હાઈપોથેલેમસ 

(73) શરીરની સૌથી મોટી ગ્રંથી ➜ યકૃત (લીવર)

(74) ડાયાબીટીસ શેની ઉણપથી થાય ➜ ઈન્સ્યુલીન

(75) કવીનાઈન કયા રોગમાં વપરાય ➜ મેલેરિયા

(76) કવીનાઈન કયા વૃક્ષમાંથી બનાવામાં આવે છે ? ➜ સીકોના

(77) લઘુદ્રષ્ટિ કયા ચશ્માં ➜ અંતર્ગોળ

(78) ગુરુદ્રષ્ટિ કયા ચશ્મા ➜ બહિર્ગોળ

(79) ચામડીનો કાળો કે ગોરો રંગ કોને આભારી ➜ મેલેનીનને

(80) પીનીયલ ગ્રંથી કયા પ્રાણીમાં જાગ્રત ➜ દેડકા

(81) શરીરનું સંતુલન જાળવવા માટેનું અંગ કયું ➜ કાન

(82) થાઈરોઈડ ગ્રંથી કયાં આવેલી ? ➜ ગાળામાં શ્વાસનળીની ઉપર

(83) સ્વાદુપિંડમાંથી કયા અંત:સ્ત્રાવ આવે છે ? ➜ ઈન્સ્યુલીન અને ગ્લુકાગોન

(84) પાણીમાં દ્રાવ્ય વિટામીન ➜ વિટામીન બી અને સી (રોજ લેવા પડે)

(85) ચરબીમાં દ્રાવ્ય વિટામીન ➜ એ.ડી.ઈ.કે

(86) માનવનું વૈજ્ઞાનિક ➜ હોમો સેપીયન્સ 

(87) સૌથી મોટું રણ ➜ સહારાનું રણ

(88) સૌથી ગરમ સ્થળ ➜ લીબીયા

(89) સુંદર ઘડિયાળો માટે જાણીતો દેશ ➜ સ્વિટઝરલેન્ડ

(90) વિશ્વનો અન્ન ભંડાર ➜ યુક્રેન

━──────⊱◈✿◈⊰───────━


▪️નવી રાજ્ય સરકાર

━──────⊱◈✿◈⊰───────━
                  
*‼️▪️નવી રાજ્ય સરકાર*
▪️8 કેબિનેટ મંત્રી
» કનુભાઈ દેસાઈ
» ઋષિકેશ પટેલ
» રાઘવજી પટેલ
» બળવંતસિંહ રાજપૂત
» મુળુભાઈ બેરા
» કુબેરભાઈ ડીંડોર
» ભાનુબેન બાબરીયા
▪️2 રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
» હર્ષભાઈ સંઘવી
» જગદીશ વિશ્વકર્મા
▪️8 રાજ્યકત્રાના મંત્રી
» પરસોત્તમ સોલંકી
» બચુભાઈ ખાબડ
» મુકેશભાઈ પટેલ
» પ્રફુલ પાનસેરિયા
» ભીખુસિંહ પરમાર
» કુંવરજી હળપતિ
1. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - મુખ્યમંત્રી - ઘાટલોડિયા (અમદાવાદ શહેર)
કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી કનુભાઈ દેસાઈ - પારડી (વલસાડ)નાણાં
2. શ્રી રૂષિકેશભાઈ પટેલ - વિસનગર (મહેસાણા)મહેસુલ શિક્ષણ આરોગ્ય
3. શ્રી રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય (જામનગર)માર્ગ મકાન નર્મદા પાણી પુરવઠા
4. શ્રી બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર (પાટણ) ઉધોગ
5. શ્રી કુંવરજીભાઈ બાવળીયા - જસદણ (રાજકોટ)પંચાયત
6. શ્રી મૂળુભાઈ બેરા - જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) કુષિ.પશુ પાલન
7. શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર - સંતરામપુર (પંચમહાલ) આદિજાતિ વિકાસ
8. શ્રીમતી ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય મહિલા બાળ આયોગ
*રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)*
1. શ્રી હર્ષ સંઘવી - મજૂરા (સુરત) શહેરી વિકાસ
2. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા - નિકોલ (અમદાવાદ)ગામ ગૃહ નિર્માણ
નર્મદા શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ
*રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ*
1. શ્રી પરષોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય મત્સ્ય ઉદ્યોગ
2. શ્રી બચુભાઇ ખાબડ - દેવગઢ બારિયા આદિવાસીઓ કલ્યાણ
3. શ્રી મુકેશભાઈ પટેલ - ઓલપાડ (સુરત) વન અને પયૉવરણ આરોગ્ય
4. શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા - કામરેજ (સુરત) ગૃહમંત્રી નશાબંધી
5. શ્રી ભીખુસિંહ પરમાર - મોડાસા (અરવલ્લી) પંચાયત
6. શ્રી કુંવરજી હળપતિ - માંડવી (સુરત) પશુ પાલન


રૂઢિપ્રયોગો

                 
📚 રૂઢિપ્રયોગો 📚

🔸ચૂં કે ચાં ન કરવું - એક પણ અક્ષર ન બોલવો
🔸ચૂંક આવવી - વાંકું પડવું, પેટમાં દુઃખવું
🔸ચૂંક મારવી - વિધ્ન નાખવું, હંમેશ માટે બંધ કરવું
🔸ચુંદડી ઓઢીને જવું - પતિની હયાતીમાં મરી જવું
🔸ચેપ કાઢવો - શંકા દૂર કરવી; દુઃખ દેતા માણસનો નિકાલ કરવો 
🔸ચેપ લાગવો - રોગ ચડવો, સોબતની અસર થવી
🔸ચેલો મૂંડવો - પોતાના ગુણદોષ બીજાને આપવા
🔸ચૈતર મહિને ચાંચ પાકવી - મોસમ વખતે માંદા પડવું
🔸ચોક પૂરવા - મંગલકાર્ય કરવું
🔸ચોકઠું બેસવું - ધાર્યું કામ થવું; વર કન્યાનો સંબંધ થવો
🔸 ચાબખા મારવા - આકરાં મહેણાં મારવા; કટુ વચન કહેવા
🔸 ચામડાની જીભ હોવી - આડું-અવળું ગમે તેમ બોલવું
🔸 ચામડી ઉતરડી નાખવી - સખત સજા કરવી; ખૂબ મારવું
🔸ચાર આંખો થવી - ઈર્ષા થવી, ક્રોધે ભરાવું, ગુસ્સે થવું
🔸ચાર હાથ કરવા - હદથી વધારે ઉતાવળ કરવી
🔸 ચારે હાથ હેઠા પાડવા - આધાર નબળો પાડવો
🔸 ચારે હાથ હોવા - સંપૂર્ણ મહેરબાની હોવી
🔸ચાલતા બળદને આર ઘોંચવી - કામ‌ કરવા છતાં ટોક ટોક કરવું
🔸ચાલતી ગાડીએ ચઢવું - મોટાનો પક્ષ પકડવો
🔸ચાલ રમવી - છેતરવું, રિવાજ પ્રમાણે વર્તવું


નૌકા કવાયત 🛥️(𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗡𝗮𝘃𝘆 𝗠𝗶𝗹𝗶𝘁𝗮𝗿𝘆 )

🛥️ નૌકા કવાયત 🛥️
(𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗡𝗮𝘃𝘆 𝗠𝗶𝗹𝗶𝘁𝗮𝗿𝘆 )

1. વરુણ – ફ્રાન્સ અને ભારત

2. મલબાર - યુએસએ, જાપાન અને ભારત

𝟯.Slinex – શ્રીલંકા અને ભારત

𝟰.સિમ્બેક્સ -સિંગાપોર અને ભારત

𝟱.કોંકણ – યુકે અને ભારત

𝟲.IBSAMAR - દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ભારત

𝟳.Auscindix – ઓસ્ટ્રેલિયા અને ભારત

𝟴.  કાઈજીન – જાપાન અને ભારત

𝟵.નસીમ અલ બહર ઓમાન અને ભારત
 
✍ એક ટોપિક_એક માર્ક ✍

🛥️ નૌકા કવાયત 🛥️
(𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗡𝗮𝘃𝘆 𝗠𝗶𝗹𝗶𝘁𝗮𝗿𝘆 )

1. વરુણ – ફ્રાન્સ અને ભારત

2. મલબાર - યુએસએ, જાપાન અને ભારત

𝟯.Slinex – શ્રીલંકા અને ભારત

𝟰.સિમ્બેક્સ -સિંગાપોર અને ભારત

𝟱.કોંકણ – યુકે અને ભારત

𝟲.IBSAMAR - દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ભારત

𝟳.Auscindix – ઓસ્ટ્રેલિયા અને ભારત

𝟴.  કાઈજીન – જાપાન અને ભારત

𝟵.નસીમ અલ બહર ઓમાન અને ભારત
 
✍ એક ટોપિક_એક માર્ક ✍

સાધન

📚      Gkb       📚

●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન

●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન

●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન

●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન

●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન

●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન

●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન

●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન

●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન

●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન


●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર

●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન

●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન

●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના

●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન

●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન

●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન

●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી

●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન

●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન


●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન

●22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન

●23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન

●24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન

●25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન

●26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન

●27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન

●28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન

●29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન

●30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન


●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન

●32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન

●33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન

●34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન

●35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન

●36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન

●37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન

●38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન

●39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન

●40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન


●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન

●42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન

●43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન

●44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન

●45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન

●46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન

●47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન

●48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન

●49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન

●50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન

●51.કોનોમીટર : કાલ માપક સાધન


●52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન

●53.કિલનોમીટર : ઢાળ માપક સાધન

●54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન

●55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન

●56.ગોનિયોમીટર : કોણ માપક સાધન

●57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન

●58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન

●59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન

●60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન


●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન

●62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન

●63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન

●64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન

●65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન

●66.બેરોમીટર : વાયુભાર માપક સાધન

●67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન

●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન

●69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન

●70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન

●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન

●72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન

●73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન

●74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન.


મહત્વના હોદેદાર બનવા ઓછામાં ઓછી ઉંમર

📜 મહત્વના હોદેદાર બનવા ઓછામાં ઓછી ઉંમર

📜 રાષ્ટ્રપતિ 👉 35 વર્ષ

📜 ઉપરાષ્ટ્રપતિ 👉 35 વર્ષ

📜 રાજ્યપાલ 👉 35 વર્ષ

📜 વડાપ્રધાન 👉 25 વર્ષ

📜 મુખ્યમંત્રી 👉 25 વર્ષ

📜 લોકસભાના સભ્ય 👉 25 વર્ષ

📜 લોકસભાના અધ્યક્ષ 👉 25 વર્ષ

📜 લોકસભાના ઉપાદયક્ષ 👉 25 વર્ષ

📜 રાજ્યસભાના સભ્ય બનવા 👉 30 વર્ષ

📜 રાજ્યસભાના સભાપતિ 👉 35 વર્ષ

📜 રાજ્યસભાના ઉપસભાપતિ 👉 30 વર્ષ

📜 વિધાનસભાના અધ્યક્ષ 👉 25 વર્ષ

📜 વિધાનસભાના ઉપાધ્યક્ષ બનવા 👉 25 વર્ષ

📜 વિધાનસભાના સભ્ય બનવા 👉 25 વર્ષ

📜 વિધાન પરિષદના સભ્ય 👉 30 

📜 વિધાન પરિષદના અધ્યક્ષ 👉 30

📜 વિધાન પરિષદના ઉપાધ્યક્ષ 👉 30

📜 સુપ્રીમ કોર્ટ જજ બનવા 👉 લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી.( છતાં 45 હોવી જોઈએ )

📜 હાઇકોર્ટના જજ બનવા 👉 લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી ( છતાં 45 હોવી જોઈએ )

📜 લોકપાલ 👉 45 વર્ષ


બંધારણ

*📚📚 બંધારણ .............,

                 
📚📚📚📚📚📚📚📚📚📚

🔹 બંધારણ અનુચ્છેદ 🔹

🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123
🔸 રાજ્યપાલ નો 👉213


🔹 સુપ્રીમ કોર્ટ 👉 124
🔹 હાઈકોર્ટ 👉214

🔹 સંસદ 👉 79
🔹 રાજયસભા 👉 80
🔹 લોકસભા 👉 81


🔹 સંસદ નું વિસર્જન 👉85
🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108


🔹 વિધાનમંડળ 👉168
🔹 વિધાનપરિષદ 👉 169
🔹 વિધાનસભા 👉170

🔹 રાજ્યપાલ 👉 153
🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155

🔹એટર્ની જનરલ 👉 76
🔹 એડવોકેટ જનરલ👉 165

🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72
🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161

🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120
🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210

🔹 હાઇકોર્ટે ની રિટ 👉226
🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32

━────⊱◈✿◈⊰─────━


ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઉત્સવ

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઉત્સવ 


📚ઉત્તરાઘ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ 📖

👉સ્થળ ➖ મોઢેરા સુયઁ મંદિર , મહેસાણા

👉શરૂઆત ➖ 1992

👉દર વષઁ આયોજન➖જાન્યુઆરી મહિનામાં 


📚આતરરાષ્ટીય પતંગ મહોત્સવ 

👉સ્થળ➖સાબરમતી રિવરફ્રન્ટ ,  અમદાવાદ 

👉શરૂઆત ➖ 2003

👉દર વષઁ આયોજન➖14 જાન્યુઆરી મક્રરસક્રાતિ


📚કાંકરીયા કાનિવલ 

👉સ્થળ ➖ કાંકરીયા તળાવ , અમદાવાદ

👉શરૂઆત ➖ 2007

👉દર વષઁ આયોજન➖25 થી 31 ડિસેમ્બર 


📚કચ્છ રણોત્સવ , ઘોરડો રણ

👉સ્થળ➖ કચ્છ રણ

👉શરૂઆત➖ 2006 - 2007

👉દર વષઁ આયોજન➖ડિસેમ્બર થી જાન્યુઆરી 


📚સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ 

👉સ્થળ➖ડાંગ 

👉દર વષઁ આયોજન➖શિયાળામાં 11 દિવસ સુધી 


📚પંચ મહોત્સવ ચાંપાનેર 

👉સ્થળ➖ ચાંપાનેર ,  પાવાગઢ 

👉શરૂઆત ➖2016


📚ડાંગ દરબાર

👉સ્થળ ➖આહવા ,  ડાંગ 


📚તાનારીરી મહોત્સવ 

👉સ્થળ➖વડનગર , મહેસાણા 

👉 તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે


ગુજરાતી વ્યાકરણ ..

*📚📚 ગુજરાતી વ્યાકરણ ..................* 

                 
📚📚 *સમાસ* 📚📚

🔵➗મધ્યમપદલોપી :➗🔵

⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

🍎ઉદાહરણ :🍎
👑માનવકૃતિ : માનવ વડે બનેલી કૃતિ
👑દહીવડા : દહીં મિશ્રિત વડા
👑રાતવાસો : રાત દરમ્યાન કરેલો વાસ
👑કામધેનું : કામના પૂર્ણ કરનારી ગાય
👑ટપાલપેટી : ટપાલ નાખવાની પેટી

 🍎તત્પુરુષ સમાસ :🍎

🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

👑ઉદાહરણ :👑
📮પ્રેમવશ : પ્રેમને વશ
📮ભયભીત : ભયથી ભીત
📮ઋણમુક્ત : ઋણમાંથી મુક્ત
📮વનવાસ : વનમાં વાસ
📮દેવાલય : દેવોનું આલય

 🍎➗કર્મધારય :➗🍎

🔵👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
🍒મહાભારત : મહાન ભારત
🍒દેહલતા : દેહરૂપી લતા
🍒મેઘગંભીર : મેઘ જેવું ગંભીર
🍒વાયુવેગ : વાયુરુપી વેગ
🍒પરમાત્મા :પરમ આત્મા

 ⛔➗ઉપપદ સમાસ :➗⛔

🍒👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

⬛ઉદાહરણ:⬛
🔵રણછોડ : રણને છોડનાર
🔵પ્રેમદા : પ્રેમને આપનાર
🔵પ્રાણઘાતક : પ્રાણનો ઘાત કરનાર
🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર
🔵લેખક : લેખન કરનાર

 ⬛➖બહુવ્રીહિ➖⬛ 

🔴👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

🍧ઉદાહરણ:🍧
🍎કૃતાર્થ : કૃત છે જેનો અર્થ તે
🍎સુખાંત : જેના અંતે સુખ છે એવું
🍎ગજાનન : જેનું મુખ ગજ જેવું છે તે
🍎પાનીપંથો : જેનો પંથ પાણી જેવો છે તે

 🔵➖દ્વિગુ સમાસ :➖🔵

🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

📙ઉદાહરણ:📙
🔴👉ત્રિકાળ : ત્રણ કાલનો સમૂહ
🔴👉પંચતત્વ : પાંચ તત્વોનો સમૂહ
🔴👉નવરાત્ર : નવ રાત્રીનો સમૂહ
🔴👉નવરંગ : નવ રંગનો સમૂહ
🔴👉ચોતરફ : ચારે તરફ

⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛ 

🔮👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

🅾ઉદાહરણ:🅾
🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે
🔴સવિનય : વિનય સાથે
🔴આજીવન : જીવન સુધી
🔴અધોમુખ : મુખ નીચું રાખીને
🔴દરવખત : દરેક વખત

━────⊱◈✿◈⊰─────━


ભારત નું બંધારણ

*📚📚 ભારત નું બંધારણ ..................* 

                 
📚📚 *બંધારણ imp પ્રશ્નો* 📚📚

કોને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે
 👉નહેરુ રિપોર્ટ

 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણની રચના ની માંગ કોણે કરી
 👉મોતીલાલ નેહરુ

 બંધારણ સભાના વિચારનું ઓંપચારીત રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું
👉એમ એન રોય 

 કોંગ્રેસ કારોબારી એ સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી ક્યારે કરી
 👉1935

 બ્રિટિશ સરકાર દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની માગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો
 👉1940 ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા

 બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીય બંધારણ સભાની માંગણી ક્યારે સ્વીકારી
👉1942 ક્રિપ્સ મિશન 

 1895માં કોના દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી કરવામાં આવી
 👉બાલ ગંગાધર તિલક

 કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા
👉389

 માઉન્ટ બેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ માં કુલ કેટલા સભ્યો હતા
👉299

 કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો
 👉10લાખ 

 ડૉ ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંત માંથી ચૂંટાઇ આવ્યા હતા
👉પચ્છિમ બંગાળ 

 બંધારણ સભામાં ક્યાં દેશી રજવાડા ના પ્રતિનિધિએ ભાગ લીધો ન હોતો
👉હૈદરાબાદ 

 બધા સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ
 👉1946

 ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું હતું
 👉ભારતની બંધારણ સભા દ્વારા

 બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો
 👉13 ડિસેમ્બર 1946 જવાલાલ નેહરૂ એ 

 ભારતની બંધારણ સભા દ્વારા ઉદેશ્ય પ્રસ્તાવ સ્વીકાર ક્યારે થયો
 👉22 જાન્યુઆરી 1947

 બંધારણ સભા અંતિમ રૂપ થી છેલ્લીવાર ક્યારે મળી
 👉24 જાન્યુઆરી 1950
📔📔📔📔


ગુજરાતની આદિવાસી સમાજ ની સંસ્કૃતિ અને ઉત્સવ

*☄ગુજરાતની આદિવાસી સમાજ ની સંસ્કૃતિ અને ઉત્સવ☄*

*🏵ભાંગુરિયા*
મહિનો | માર્ચ

*સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા*

વર્ણન | આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ દ્રારા કરવામાં આવે છે. મુખ્યત્વે આ સંગીતમય ઢબે થતી ઉજવણી છે. જેમાં રાઠવા જાતિનાં પુરુષો અને સ્ત્રીઓ ગામના મધ્યભાગમાં રંગીન વસ્ત્રો પહેરીને, હાથમાં સંગીતનાં સાધનો લઈને નાચતાં-કૂદતાં ગીતો ગાય છે.

*🌎ઘેરનો મેળો*

મહિનો | માર્ચ
*સ્થળ | ક્વાંટ - છોટાઉદેપુર, રૂમાડિયા વડોદરા*

વર્ણન | આ તહેવારની ઉજવણી રાઠવા જાતિના લોકો દ્રારા હોળીના બીજા દિવસે (ધુળેટીના દિવસે) કરવામાં આવે છે. રાઠવા જાતિના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રંગનો આ તહેવાર ઉજવે છે.

*🎍ચૂલનો મેળો*

મહિનો | માર્ચ

*સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા*
વર્ણન | આ તહેવાર હોળી - ધૂળેટી પછીના દિવસે ઉજવાય છે. રાઠવા જાતિના લોકો આ દિવસે પ્રગટાવેલા અગ્નિ ઉપર ખુલ્લા પગે ચાલે છે. આ ખૂબ રસપ્રદ અને ધ્યાનાકર્ષક મેળો છે.

*ગોળ - ગધેડાનો મેળો*

મહિનો | માર્ચ

સ્થળ | દાહોદ, દાહોદ જિલ્લો
વર્ણન | આ વિસ્તારના ભીલ જાતિના યુવક-યુવતીઓ માટે આ જાણે કે જીવનસાથી પસંદ કરવા માટેનો ઉત્તેજનાપૂર્ણ ઉત્સવ છે.

*🏇ગોળ-ઘોડીનો મેળો*

મહિનો | માર્ચ
*સ્થળ | વાંસકુઈ / મહુવા, સુરત*

વર્ણન | આ મેળામાં હળપતિ, કુંકણા અને ગામિત જાતિના લોકો ત્યાં ભરાતા સાપ્તાહિક હાટમાં પૂજા માટેનાં ઉપયોગી માટીનાં વાસણો ખરીદવા એકત્ર થાય છે.

*☄ચિત્ર - વિચિત્રનો મેળો*

મહિનો | માર્ચ, હોળી પછી એક પખવાડિયામાં
*સ્થળ | ગુણભાખરી, સાબરકાંઠા*
વર્ણન | રાજ્યમાં યોજાતો આ આદિવાસી લોકોનો એક ખૂબ મોટો મેળો છે. જેમાં આ વિસ્તારના ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો ભાગ લે છે. અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીના સંગમ પાસે એક વિશાળ મંદિર આવેલું છે. આ મેળો આ જનજાતિના પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરવા માટે યોજાય છે. આ આદિવાસી સમુદાયમાં સ્ત્રી-પુરૂષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરી ઢોલના નાદે નૃત્ય કરે છે.

*💥અખાત્રીજનો મેળો*

મહિનો | માર્ચ
સ્થળ | અંબાજી, બનાસકાંઠા
વર્ણન | ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવાય છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો ઢોલના નાદે તેમને સાથ આપે છે.

*🦍કાલીયા ભુતનો મેળો*

મહિનો | March
સ્થળ | Ambaji, Banaskantha
વર્ણન | A dance festival of witchcraft celebrated by Bhil Garasias. Hand-made terracotta sculptures are worshipped amid dancing and drumbeats.

🌡🏵ડાંગ દરબાર

મહિનો | માર્ચ - હોળીના થોડાક દિવસ પહેલાં
સ્થળ | આહવા - ડાંગ
વર્ણન | આ ડાંગ દરબાર ભરવાની શરૂઆત તો બ્રિટીશ અમલ દરમિયાન થયેલી, જેમાં આજુબાજુના દરબારો કે રજવાડાઓના રાજવીઓનો દરબાર ભરાતો. આઝાદી પછી આ તહેવારની ઉજવણી ચાલુ રખાઈ છે અને ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ દરબારના પ્રમુખસ્થાને હોય છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય - સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.

*દશેરાનો મેળો*

મહિનો | ઓક્ટોબર
સ્થળ | છોટાઉદેપુર, વડોદરા
વર્ણન | આ ઉત્સવ અહીંની રાઠવા જાતિના લોકો ઉજવે છે. રંગીન વસ્ત્રો અને દાગીના પહેરેલાં પુરુષો અને સ્ત્રીઓ જુદાં જુદાં જૂથમાં નૃત્યનો આનંદ માણે છે.

*🎍નાગધરાનો મેળો*

મહિનો | નવેમ્બર
સ્થળ | શામળાજી, સાબરકાંઠા
વર્ણન | ગુજરાતના ભીલ કે ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા / પ્રાર્થના કરે છે.

 

જમીનના - કદના માપનું કોષ્ટક

 ●═════════════════● ખુબજ અગત્યની માહિતી  ●═════════════════● જરૂર સાચવી ને રાખશો     જમીનના - કદના માપનું કોષ્ટક ● 1 એકર=40 ગુંઠા,        ●...