મંગળવાર, 21 માર્ચ, 2023

રૂઢિપ્રયોગો

                 
📚 રૂઢિપ્રયોગો 📚

🔸ચૂં કે ચાં ન કરવું - એક પણ અક્ષર ન બોલવો
🔸ચૂંક આવવી - વાંકું પડવું, પેટમાં દુઃખવું
🔸ચૂંક મારવી - વિધ્ન નાખવું, હંમેશ માટે બંધ કરવું
🔸ચુંદડી ઓઢીને જવું - પતિની હયાતીમાં મરી જવું
🔸ચેપ કાઢવો - શંકા દૂર કરવી; દુઃખ દેતા માણસનો નિકાલ કરવો 
🔸ચેપ લાગવો - રોગ ચડવો, સોબતની અસર થવી
🔸ચેલો મૂંડવો - પોતાના ગુણદોષ બીજાને આપવા
🔸ચૈતર મહિને ચાંચ પાકવી - મોસમ વખતે માંદા પડવું
🔸ચોક પૂરવા - મંગલકાર્ય કરવું
🔸ચોકઠું બેસવું - ધાર્યું કામ થવું; વર કન્યાનો સંબંધ થવો
🔸 ચાબખા મારવા - આકરાં મહેણાં મારવા; કટુ વચન કહેવા
🔸 ચામડાની જીભ હોવી - આડું-અવળું ગમે તેમ બોલવું
🔸 ચામડી ઉતરડી નાખવી - સખત સજા કરવી; ખૂબ મારવું
🔸ચાર આંખો થવી - ઈર્ષા થવી, ક્રોધે ભરાવું, ગુસ્સે થવું
🔸ચાર હાથ કરવા - હદથી વધારે ઉતાવળ કરવી
🔸 ચારે હાથ હેઠા પાડવા - આધાર નબળો પાડવો
🔸 ચારે હાથ હોવા - સંપૂર્ણ મહેરબાની હોવી
🔸ચાલતા બળદને આર ઘોંચવી - કામ‌ કરવા છતાં ટોક ટોક કરવું
🔸ચાલતી ગાડીએ ચઢવું - મોટાનો પક્ષ પકડવો
🔸ચાલ રમવી - છેતરવું, રિવાજ પ્રમાણે વર્તવું


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જમીનના - કદના માપનું કોષ્ટક

 ●═════════════════● ખુબજ અગત્યની માહિતી  ●═════════════════● જરૂર સાચવી ને રાખશો     જમીનના - કદના માપનું કોષ્ટક ● 1 એકર=40 ગુંઠા,        ●...