મંગળવાર, 21 માર્ચ, 2023

ગુજરાતી વ્યાકરણ ..

*📚📚 ગુજરાતી વ્યાકરણ ..................* 

                 
📚📚 *સમાસ* 📚📚

🔵➗મધ્યમપદલોપી :➗🔵

⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

🍎ઉદાહરણ :🍎
👑માનવકૃતિ : માનવ વડે બનેલી કૃતિ
👑દહીવડા : દહીં મિશ્રિત વડા
👑રાતવાસો : રાત દરમ્યાન કરેલો વાસ
👑કામધેનું : કામના પૂર્ણ કરનારી ગાય
👑ટપાલપેટી : ટપાલ નાખવાની પેટી

 🍎તત્પુરુષ સમાસ :🍎

🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

👑ઉદાહરણ :👑
📮પ્રેમવશ : પ્રેમને વશ
📮ભયભીત : ભયથી ભીત
📮ઋણમુક્ત : ઋણમાંથી મુક્ત
📮વનવાસ : વનમાં વાસ
📮દેવાલય : દેવોનું આલય

 🍎➗કર્મધારય :➗🍎

🔵👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
🍒મહાભારત : મહાન ભારત
🍒દેહલતા : દેહરૂપી લતા
🍒મેઘગંભીર : મેઘ જેવું ગંભીર
🍒વાયુવેગ : વાયુરુપી વેગ
🍒પરમાત્મા :પરમ આત્મા

 ⛔➗ઉપપદ સમાસ :➗⛔

🍒👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

⬛ઉદાહરણ:⬛
🔵રણછોડ : રણને છોડનાર
🔵પ્રેમદા : પ્રેમને આપનાર
🔵પ્રાણઘાતક : પ્રાણનો ઘાત કરનાર
🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર
🔵લેખક : લેખન કરનાર

 ⬛➖બહુવ્રીહિ➖⬛ 

🔴👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

🍧ઉદાહરણ:🍧
🍎કૃતાર્થ : કૃત છે જેનો અર્થ તે
🍎સુખાંત : જેના અંતે સુખ છે એવું
🍎ગજાનન : જેનું મુખ ગજ જેવું છે તે
🍎પાનીપંથો : જેનો પંથ પાણી જેવો છે તે

 🔵➖દ્વિગુ સમાસ :➖🔵

🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

📙ઉદાહરણ:📙
🔴👉ત્રિકાળ : ત્રણ કાલનો સમૂહ
🔴👉પંચતત્વ : પાંચ તત્વોનો સમૂહ
🔴👉નવરાત્ર : નવ રાત્રીનો સમૂહ
🔴👉નવરંગ : નવ રંગનો સમૂહ
🔴👉ચોતરફ : ચારે તરફ

⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛ 

🔮👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

🅾ઉદાહરણ:🅾
🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે
🔴સવિનય : વિનય સાથે
🔴આજીવન : જીવન સુધી
🔴અધોમુખ : મુખ નીચું રાખીને
🔴દરવખત : દરેક વખત

━────⊱◈✿◈⊰─────━


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જમીનના - કદના માપનું કોષ્ટક

 ●═════════════════● ખુબજ અગત્યની માહિતી  ●═════════════════● જરૂર સાચવી ને રાખશો     જમીનના - કદના માપનું કોષ્ટક ● 1 એકર=40 ગુંઠા,        ●...